Wel Come My School World 

 ??????????? ????.???? ??.?????

Subtitle

Blog

view:  full / summary

Swami Vivekanand

Posted by Rikesh Patel on May 22, 2012 at 11:50 AM Comments comments (1)

લક્ષ્‍મી જેટલુ રહીને નથી શીખવાડતી એટલુ જઇને શીખવાડે છે.

Vinela Moti

Posted by Rikesh Patel on May 22, 2012 at 11:45 AM Comments comments (0)

પથ્થર પ્રતિમા બન્યો એ જોઈ હૈયું હરખી ગયું, પણ... પ્રતિમાને પૂજનારો પથ્થર જ રહ્યો, એ જોઈને દિલ રડી પડયું.........

"શ્વાસ અને વિશ્વાસ એકજ વાર ટુટે છે શ્વાસ ટુટવાથી જીવનું મ્રુત્યુ થાય છે અને વિશ્વાસ ટુટવાથી જીવનનું મ્રુત્યુ થાય છે."

માનવ સંવેંદનાઓનો છે આ જનજાળ..

સરવાળે બેસાડેલા સંબંધોની મીઠી પાળ... ઉધારે રહેતી મદદને ના ગણો ઉપકાર.. બસ મનનો થાક ઓછો કરો ઉતરી જશે બધો ભાર..

દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,

એને ખબર નથી કે નદીનું ઉધાર છે. 

ખુશનસીબ એ નથી જેનું નસીબ સારું છે

ખુશનસીબ એ છે જે પોતાના નસીબથી ખુશ છે.

માનસિક દરિદ્રતાને પરિણામે આપણાં સપનાં નાનાં હોય છે અને તેના થકી નવસર્જન શક્ય નથી માટે આપણાં સપનાં દિવ્ય અને ભવ્ય હોવાં જોઇએ.   જે ગતિશીલ છે તે પ્રગતિશીલ પણ છે. ઊર્જા સ્ત્રોત સૂર્ય ક્યારેય થંભે છે! માટે જ, સતત ગતિશીલ રહો! ઇતિહાસ નિર્જીવ નથી હોતો. ઇતિહાસ પુસ્તકોમાં છાપેલાં કાળાં અક્ષરો નથી હોતાં. ઇતિહાસનો પ્રત્યેક પળ ચેતના ધરાવતો હોય છે. ચૈતન્યમય હોય છે. જે નવી ચેતના પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે. 

મિત્ર પાસેથી ઉધાર પૈસા લેતા પહેલાં એ વિચારો કે

તમને બંનેમાંથી કોની જરૂરિયાત વધારે છે

તમારી આંખ સારી હશે તો દુનિયા તમને ગમશે

અનેતમારી જીભ સારી હશે તો દુનિયાને તમે ગમશો.    એક સાચો મિત્ર એવું વચન તો નહિ આપે કે

હું તમારી બધી જ સમસ્યાને હલ કરી દઈશ,

પરંતુ સમસ્યા આવે ત્યારે તમને એકલો નહિ છોડી દે..!!

ખરો ગુજરાતીઃ.... .... ....

Posted by Rikesh Patel on March 7, 2011 at 4:35 AM Comments comments (3)

ખરો ગુજરાતીઃ.... .... ....

પપ્પા: "મારી ઇચ્છા છે કે હું કહું તે છોકરી સાથે તું લગ્ન કર."

 પપ્પુ: "પણ પપ્પા, હું તો મારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરીશ."

 પપ્પા: "પણ દિકરા, હું જે છોકરીની વાત કરું છું તે બિલ ગેટ્સની દિકરી છે."

 પપ્પુ: "પપ્પા, યુ આર ગ્રેટ, હું ક્યાં કોઈદી આપની આજ્ઞા અવગણું છું!"

 પપ્પા બિલ ગેટ્સને મળવા જાય છે…

 પપ્પા: "હું તમારી દિકરી માટે માંગું લઈને આવ્યો છું."

 બિલ ગેટ્સ: "પણ મારી દિકરીને પરણાવાની હજી ઘણી વાર છે."

 પપ્પા: "પણ આ મુરતિયો વિશ્વ બેંકનો વાઈસ પ્રેસિડન્ટ છે!"

 બિલ ગેટ્સ: "ઓહ! એમ વાત છે તો કરો કંકુના.."

 છેવટે પપ્પા વિશ્વ બેંકના પ્રેસિડન્ટને મળવા જાય છે….

 પપ્પા: "વાઈસ પ્રેસિડન્ટની પોસ્ટ માટે એક યુવાનની ભલામણ લઈને આવ્યો છું."

 પ્રેસિડન્ટ: "પણ મારી પાસે જરુરત કરતાં વધારે વાઈસ પ્રેસિડન્ટ છે…"

 પપ્પા: "પણ આ યુવાન બિલ ગેટ્સનો જમાઈ છે."

 પ્રેસિડન્ટ: "તમારે આ વાત પહેલે કરવી જોઈતી'તી!"

 મોરલ ઑફ ધ સ્ટોરી: તમારી પાસે કંઇ ન હોય તો પણ તમે તમને જે જોઈએ તે મેળવી શકો છો, તમારો અભિગમ હકારાત્મક હોવો જોઈએ!

ફળોનો મહિમા...

Posted by Rikesh Patel on December 31, 2010 at 2:04 AM Comments comments (0)

ફળોનો મહિમા...

ફળો ખવાય ભાઇ, ફળો ખવાય,

ઋતુ મુજબના ફળો ખવાય.

તરબુચથી તો તરસ સીપય

માથું દુઃખે તો રાહત થાય....

જાંબુથી ભાઇ ભુખ જગાડાય,

સાથે સાથે પાંડુરોગ ભગાડાય...

સીતાફળથી શક્તિમાન થવાય,

લોહી શરીરમાં શુદ્ધ થાય.....

શક્કરટેટીથી કબજિયાત જાય,

બળ આપનાર છે તેથી ખવાય.....

સંતરાથી પણ લોહી શુદ્ધ થાય,

આંતરડાની અશુદ્ધિ પણ જાય.....

પપૈયાથી ઝાડો સાફ થાય,

યકૃત બરોળના રોગો જાય.....

નાળિયેર પાચનમાં હલકું કહેવાય,

શક્તિવર્ધક વળી તરસ છીપાય.....

 ફળો ખવાય ભાઇ, ફળો ખવાય,

ઋતુ મુજબના ફળો ખવાય.

 

 

કેટલા વર્ષે શુ ઉજવશો....

Posted by Rikesh Patel on December 31, 2010 at 12:10 AM Comments comments (5)

૧૦વર્ષે   દશાબ્‍દી ઉજવાય

૨૦ વર્ષે   દ્વિદશાબ્‍દી ઉજવાય

૨૫ વર્ષે   રજત મહોત્‍સવ ઉજવાય

૩૦ વર્ષે   મોતી મહોત્‍સવ ઉજવાય

૪૦ વર્ષે   માણેક મહોત્‍સવ ઉજવાય

૫૦ વર્ષે   સુવર્ણ મહોત્‍સવ ઉજવાય

૬૦ વર્ષે   હીરક મહોત્‍સવ ઉજવાય

૭૦ વર્ષે    પ્લેટિનમ મહોત્‍સવ ઉજવાય

૮૦ વર્ષે   રેડિયમ મહોત્‍સવ ઉજવાય

૯૦ વર્ષે   લિલિયમ મહોત્‍સવ ઉજવાય

૧૦૦ વર્ષે   શતાબ્‍દી મહોત્‍સવ ઉજવાય

Hay Paiso.....

Posted by Rikesh Patel on November 25, 2010 at 5:24 AM Comments comments (2)

મનુષ્યજ્યારે જન્મે છે ત્યારે તેનું વજન

અઢી કિલો હોય છે.

અને જ્યારે અગ્નિસસ્કાર બાદ

તેની રાખનું વજનપણ અઢી કિલો જ હોય છે.

જિંદગીનું પહેલુંકપડુ જેનું નામ ઝભલું,

જેમાં ખિસ્સું નહોય

જે જિંદગીનુંછેલ્લું કાપડ કફન,

એમાંય ખિસ્સું નહોય.

તો વચગાળાનાખિસ્સા માટે આટલી ઉપાધિ શા માટે?

આટાલા દગા અને પ્રપચ શા માટે?

લોહી લેતા પહેલાગ્રુપ ચેક કરાય છે,

પૈસા લેતા જરાકચેક કરશો,

એ કયા ગ્રુપનો છે?

ન્યાયનો છે? હાયનો છે? કે હરામનો છે?

અને ખોટા ગ્રુપનાપૈસા ઘરમાં આવી જવાથી જ

આજે ઘરમાં અશાંતી,ક્લેશ,કકાસ છે.

હરામનો ને હાયનોપૈસો,

જીમખાના નેદવાખાના,ક્લબો ને બારમાં,

પૂરો થઇ જશે.

...ને તનેય પૂરોકરી જશે..!

બેન્ક બેલેન્સ વધેપણ જો ફેમિલી બેલેન્સ ઓછું થાય,

તો સમજવું કે પૈસો આપણને સૂટ નથી થયો.

બોઘ કથા

Posted by Rikesh Patel on July 18, 2010 at 1:12 PM Comments comments (0)

પ્રાર્થનાચિઠ્ઠી: એક બાળકની વેદના...

પ્રતિ,

શ્રી ભગવાનભાઈ ઈશ્ર્વરભાઈ પરમાત્મા

(શંખચક્રવાળા;)

સ્વર્ગલોક, નર્કની સામે,

વાદળાંની વચ્ચે, મુ. આકાશ.

પ્રિય મિત્ર ભગવાન,

જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર આવેલી એક સરકારી શાળાના 7મા ધોરણમાં ભણું છું.

મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે. ‘હું શું કામ ભણું છું’ એની મારાં મા-બાપ્ને ખબર નથી. કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારાં મા-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.

ભગવાન, બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કીધું’તું કે તું સાચી વાત જરૂર સાંભળે છે...!

પ્રશ્ર્ન-1 : હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત સવારે નિશાળે જાઉં છું, પણ હે ભગવાન! તારી ઉપર આરસપહાણનું મંદિર ને એ.સી. છે અને મારી નિશાળમાં ઉપર છાપરુંય કેમ નથી? અને દર ચોમાસે પાણી ટપકે છે, આ મને સમજાતું નથી...!

પ્રશ્ર્ન-2 : તને રોજ 32 ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો ખાતોય નથી... અને હું દરરોજ બપોરે મધ્યાહ્ન ભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું...! આવું કેમ...?

પ્રશ્ર્ન-3 : મારી નાની બહેનના ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુંય મારતું નથી અને તારા પચરંગી નવા નવા વાઘા...! સાચું કહું ભગવાન, હું રોજ તને નહીં, તારાં કપડાં જોવા આવું છું....!

પ્રશ્ર્ન-4 : તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને 26મી જાન્યુઆરી અને 15મી ઑગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજૂ કરું છું ત્યારે, સામે હોય છે માત્ર મારા શિક્ષકો... ને બાળકો. હે ઈશ્ર્વર! તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય ‘મારા મંદિરે’ કેમ ડોકાતા નથી?

પ્રશ્ર્ન-5 : તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ! મેં સાંભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો, તોય આવો ઝગમગાટ છે, અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ, તો’ય અમારા ચહેરા ઉપર નૂર કેમ નથી...?

                          સાભાર.....સાઘના સાપ્તાહિક (જુલાઇ-ર૦૧૦;)

Suvichar

Posted by Rikesh Patel on July 13, 2010 at 5:17 AM Comments comments (0)

સંતાનને સારા સંસ્કાર આપવા ગમે તેટલા પ્રયાસ કરો......આખરે તો એ મા-બાપને જ અનુસરશે!!!

Suvichar

Posted by Rikesh Patel on July 13, 2010 at 5:11 AM Comments comments (1)

બરફ જેવી છે આ જીંદગી... જેનો ભુતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી....

Suvichar

Posted by Rikesh Patel on May 8, 2010 at 11:03 AM Comments comments (0)

કાયદાનું શિક્ષણ મેં એટલી સારી રીતે હાંસલ કયું કે કાયદાનો અભ્યાસ પુરો થયા પછી મેં મારી કોલેજ પર દાવો માંડ્યો અને મારી સઘળી ટ્યુશન ફી પાછી મેળવી...


Rss_feed